શું છે આ ડિજિગો ઈ-સોફ્ટ?
ડિજિગો નવીન તકનીકો અને સંશોધનો દ્વારા, ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને વિશ્વભરમાં સ્થાપિત કરે છે. 7 વર્ષથી વધુ સમયથી સતત સંશોધન અને વિકાસ અને ટેકનોલોજીમાં સુધારા પર કામ કર્યા પછી, ડિજિગોએ ઈ-સોફ્ટ નામની એક ક્રાંતિકારી પ્રોડક્ટ રજૂ કરી છે. આ પ્રોડક્ટ વિશ્વભરમાં ક્ષારયુક્ત પાણીના બંધારણને બદલી, પાણીના વ્યય વગર ક્ષારયુક્ત પાણીથી થતા ખેતીના નુક્શાનને અટકાવે છે. ઈ-સોફ્ટ 100% પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેથી તમે નિશ્ચિંત રહો કે તમે તમારા ખેતર અને પર્યાવરણ બંનેની સુરક્ષા કરી રહ્યા છો.


ખેડૂતો માટે પૈસા અને પાક બંને
બચાવવાની ચાવી: ઈ-સોફ્ટ
ઈ-સોફ્ટ નું વૈજ્ઞાનિક નામ ‘ઈલેક્ટ્રો હાઈડ્રો એન્હાન્સર’ છે. આ ટેકનોલોજી પાણીમાં રહેલા મોટા કદના ક્ષારને સૂક્ષ્મ માઈક્રોન્સમાં તોડીને નિષ્ક્રિય બનાવે છે. નરમ પાણીનો ઉપયોગ જમીનને છિદ્રાળુ બનાવે છે, કારણ કે નાના કદના મિનરલ્સ જમીનની સપાટી ઉપર ચોંટતા નથી. પરિણામે પાકને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા પોષક તત્વો મળી રહે છે. પરિણામે છોડને રસાયણિક ખાતરોની જરૂર પડતી નથી.જે મિનરલ્સ પહેલાં નડતરરૂપ હતા, તે હવે ખાતરમાં રૂપાંતર પામે છે. મૂળ આ પાણીને સરળતાથી શોષી શકે છે જેથી મૂળ મજબૂત તેમજ છોડ તંદુરસ્ત બને છે.
તેથી, પ્રાચીન કૃષિની જેમ માત્ર પાણીથી જ ખેતી કરવી શક્ય બને છે.
ઈ-સોફ્ટથી થતા ફાયદા
- 1 પાણીમાં રહેલા ક્ષારને નાના કદના બનાવી પાણીમાં ઓગાળી પિયતની પ્રક્રિયા સંપૂર્ણ બનાવે છે.
- 2 પીળાશ પાડવાની પ્રક્રિયાને ઘટાડીને છોડને ઘાટ્ટો લીલો બનાવે છે.
- 3 પાકના ઉત્પાદનમાં ૧૦% થી ૫૦% વધારો કરી ખેડૂતની આવકમાં વધારો કરે છે.
- 4 જમીનના ઢેફાં ભાંગીને છિદ્રાળુ બનાવે છે જેથી જમીનનું બંધારણ સુધરે તેમજ ભેજધારણ શક્તિ વધે છે.
- 5 છોડના મૂળ મજબૂત બને છે જેથી જંતુનાશક દવાઓના વપરાશમાં ઘટાડો થાય છે અને પાકની ગુણવત્તા વધે છે.
- 6 માઇક્રો ઇરીગેશન સિસ્ટમને અંદરથી ચોખ્ખી રાખીને ડ્રિપર્સ, સ્પ્રિન્કલ્સ તથા પાઇપ્સ બદલવામાં થતા ખર્ચમાંથી છુટકારો.
- 7 પાકના વિકાસ માટે જરુરી પોષકતત્વો જેવા કે કેલ્શિયમ અને મેગ્નેશિયમને મૂળ સુધી પહોંચાડે છે.
