Digigo Esoft Water Softener

કચ્છના ખેડૂતો માટે હાર્ડ વોટરની સમસ્યાનો ઉકેલ: બેસ્ટ એગ્રીકલ્ચર વોટર સોફ્ટનર

“શિયાળે સોરઠ ભલો… ઉનાળે ગુજરાત.
વરસે તો વાગડ ભલો.. મૂંજો કચ્છડો બારે માસ!”

શિયાળમાં સૌરાષ્ટ્રની ઠંડી ગમે છે, ઉનાળામાં ગુજરાત સોનાની જેમ ચમકે છે, વરસાદ આવે તો વાગડ જીવંત થઈ સોળે કળાએ ખીલી ઉઠે છે. અને કચ્છ? કચ્છ તો બારે માસ લહેરમાં જ હોય છે. કચ્છનું સૌંદર્ય કાયમી છે.

હા, પણ અહીંનું જીવન સરળ નથી. ખેડૂતોને તો કચ્છ ધોળા દિવસે તારા બતાવી દે! જમીન અને પાણીની પરિસ્થિતિને કારણે ખેડૂતો માટે વર્ષભર ખેતી કરવી ખૂબ મુશ્કેલ બને છે. 

ચાલો સમજીએ કે આ સમસ્યાઓ શું છે અને તેનો ઉકેલ કેવી રીતે શક્ય છે.

Contents

કચ્છમાં ખેતીની તકલીફો

કહે છે ને “कच्छ नहीं देखा तो कुछ नहीं देखा”
આ ઉક્તિ કચ્છની વૈશ્વિક ઓળખ ધરાવતા વિશાળ સફેદ રણ અને આગવી સંસ્કૃતિની વાત કરે છે. પણ આ સફેદ સુંદરતા પોતાની સાથે ખેડૂતોને દરરોજ ભોગવવા પડતા પડકારો પણ સાથે લાવે છે.

કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે, જેનો વિસ્તાર 45,674 ચો.કિ.મી છે. પણ આ વિશાળ જમીનનો ફક્ત 35% હિસ્સો જ ખેતીલાયક છે. 

એના પાછળના મુખ્ય કારણો છે:

  1. જમીનમાં વધુ પડતું મીઠાનું પ્રમાણ.
  2. ભૂગર્ભ જળ વધુ પડતું ઊંડું તેમજ ક્ષારયુક્ત છે  

આ પરિસ્થિતિ ખેડૂતો માટે ખેતી કરવી કષ્ટદાયી બનાવે છે. એટલે જ તો ખેડૂતો કહે છે: 

“પાણી તો છે, પણ પર્યાપ્ત નથી.”

કચ્છમાં ખારા પાણીની સમસ્યાનું કારણ શું?

કચ્છમાં ક્ષારયુક્તપાણીની સમસ્યા પ્રાકૃતિક અને માનવસર્જિત ઘટનાઓના સંયોજનને કારણે છે:

  • અરબ સાગરની પ્રાચીન અસર:
    જે તે સમયે કચ્છ અરબ સાગર હેઠળ હતું. સમય જતાં, સાગરનું જળસ્તર પાછું ખેંચાયું, પરંતુ જમીન અને પાણીના સ્ત્રોતમાં મીઠાની જમાવટ છોડતું ગયું. આ ભૂગોળ એ જમીન અને પાણીમાં ક્ષાર અને ખારાશ વધારવાનું મુખ્ય કારણ છે.
  • ખડકો અને મિનરલ્સ: હવામાનમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા સમૃદ્ધ ખડકો ક્ષારયુક્ત પાણીની સમસ્યાને વધુ ખરાબ કરે છે.
  • અલ્પવર્ષા:
    કચ્છમાં સરેરાશ 315 મીમી જેટલો ઓછો વરસાદ થાય છે. જેથી તાજું પાણી ઓછું પુન:પ્રાપ્ત થાય છે. અને આ કારણે પાણી અને જમીનમાં ક્ષાર અને મીઠાનું પ્રમાણ વધી જાય છે.

ભારે પાણી પાછળનું વિજ્ઞાન અને તેની અસર

હાર્ડ વોટર શું છે?

હાર્ડ વોટર એ ક્ષારયુક્ત પાણી છે જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ વધુ અને મોત કદના હોય છે. આ મિનરલ્સ જમીન અને સિંચાઈ માટે નુકશાનદાયક ડિપોઝિટ્સ બનાવે છે.

હાર્ડ વોટર શું નુકશાન કરે છે?

  • જમીન કઠણ બને છે: જમીન વધુ ચીકણી, કઠોર અને ઓછી છિદ્રાળુ બને છે.
  • પાકના પાંદડાઓ પર ક્ષાર બાજી જાય છે: મિનરલ્સનો જમાવ પર્ણોની શ્વસન ક્રિયા રૂંધે છે.
  • સિંચાઈ તંત્ર તેમજ મશીનરીને નુકસાન: પાઈપ બ્લોક થાય છે, જેથી રીપેર ખર્ચ વધે છે.

ક્ષારયુક્ત પાણીને લીધે ખેતીમાં થતી તકલીફો 

ક્ષારયુક્ત પાણીના કારણે ખેડૂતોએ ઘણી સમસ્યાઓ વેઠવી પડે છે:

  1. ઉત્પાદનમાં ઘટાડો:
    જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે જમા થવાથી જમીન બિનઉપજાઉ બને છે. પાકોને યોગ્ય પોષણ મળતું નથી, જેના પરિણામે ઉત્પાદન ઓછું થાય છે.
  2. ખાતરોના પરિણામમાં ઘટાડો:
    ખારું પાણી ખાતરો સાથે પ્રતિક્રિયા કરીને તેમની અસરકારકતા ઓછી કરે છે.
  3. જમીન ખરાબ બને છે:
    સમય જતાં હાર્ડ વોટરનો ક્ષાર જમીનમાં જમા થાય છે, અને જમીન નિર્જીવ બને છે.
  4. ઉપકરણોમાં નુકસાન:
    સિંચાઈ તંત્રમાં કાટ અને ક્ષારને કારણે પાઈપ તૂટે છે અને મરામતનો ખર્ચ વધે છે.

કચ્છના ખેડૂતો ખારા પાણીથી બચવા શું કરે છે?

આ સમસ્યાઓ સામે લડવા માટે કચ્છના ખેડૂતો નવી ટેકનિક અજમાવે છે:

  • ટપક સિંચાઈ:
    ટપક સિંચાઈમાં ડ્રીપને કારણે પાણી સીધું મૂળ સુધી પહોંચે છે, જેથી પાણીનો વેડફ ઓછો થાય છે. આ સિસ્ટમ ખારા પાણીની જમીન પર થતી નકારાત્મક અસર ઓછી કરે છે.
  • ભૂગર્ભજળની પુન:પ્રાપ્તિ:
    ભૂગર્ભજળ વધુ રિચાર્જ થાય તે માટે ખેડૂતો કુવાઓની રિચાર્જ ટેક્નિક વાપરે છે.
  • નર્મદા કેનાલનું પાણી:
    તાજા પાણીનો સ્ત્રોત- નર્મદા નદી ખેડૂતોને મીઠું પાણી પહોંચાડે છે જે કચ્છની ખારી જમીન માટે લાભદાયી છે.
  • વોટર કન્ડિશનર:
    વોટર કન્ડિશનર મિનરલ્સ ન્યુટ્રલાઈઝ કરીને પાણીને પાક માટે યોગ્ય બનાવે છે.

ખેડૂતો માટે કૃષિ વોટર સોફ્ટનર (એગ્રીકલ્ચર વોટર સોફ્ટનર)  કેમ જરૂરી છે?

ઈ-સોફ્ટ એગ્રીકલ્ચર વોટર સોફ્ટનર એ કઠણ પાણીનો પ્રત્યક્ષ ઉકેલ છે, જે ખેતીના ઘણા પ્રશ્નો હલ કરે છે:

  • પાણીની ગુણવત્તા સુધરે છે: નરમ પાણી છોડના મૂળ સુધી પોષકતત્વ પહોંચાડે છે.
  • ઉત્પાદનમાં વધારો: પાક વધુ તંદુરસ્ત, નીરોગી થાય છે અને ઉત્પાદન વધે છે.
  • ખાતર પરની નિર્ભરતા ઓછી થાય છે: નરમ પાણી ખાતરની અસર વધારતું હોવાથી ખાતરમાં થતા ખર્ચમાં 70% બચત થાય છે.

ઈ-સોફ્ટ: ક્ષારયુક્ત પાણીનો શ્રેષ્ઠ ઉકેલ

ઈ-સોફ્ટ એગ્રીકલ્ચર વોટર સોફ્ટનર કચ્છના ખેડૂતો માટે એક ક્રાંતિકારી ઉપકરણ છે. વૈજ્ઞાનિક રીતે “ઇલેક્ટ્રો હાઇડ્રો એન્હાન્સર” કહેવાતા આ ઉપકરણમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પાણીના મોટા કદના ક્ષારયુક્ત મિનરલ્સને છોડને અનુકૂળ નાનાં માઇક્રો સાઇઝના કણોમાં તોડે છે.

ઈ-સોફ્ટ કેવી રીતે કામ કરે છે?

ઈ-સોફ્ટ એગ્રીકલ્ચર વોટર સોફ્ટનર એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્ષારયુક્ત પાણીને નરમ પાણીમાં રૂપાંતરિત કરે છે.

  1. ડિજિટલ એન્ટેના:
    પાણી સાથે અસર પેદા કરવા માટે લો ફ્રિક્વન્સી પલ્સ જનરેટ કરે છે.
  2. મિનરલ બ્રેકડાઉન:
    આ પલ્સ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા હાર્ડ મિનરલ્સને નાનાં ન્યુટ્રલ પાર્ટિકલ્સમાં તોડે છે.
  3. પાક માટે અનુકૂળ પાણી:
    આ પાણી છોડના મૂળ દ્વારા સરળતાથી શોષાય છે અને સિંચાઈ તંત્રમાં કોઈ ક્ષાર જામતો નથી. 

કચ્છના ખેડૂતો માટે ઈ-સોફ્ટના ફાયદા

ઈ-સોફ્ટ વોટર સોફ્ટનર ખેડૂતો માટે નીચેના ફાયદા આપે છે:

તંદુરસ્ત પાક:

નરમ પાણી છોડના પોષકતત્વ ગ્રહણને વધારે છે, જેના કારણે મૂળ મજબૂત બને છે, પાંદડા તાજગીભર્યા રહે છે અને ફળની ગુણવત્તા સારી થાય છે.

ખેડૂતો કહે છે કે: ઉત્પન્ન વધારે છે અને રોગ-ચિંતામાં ઘટાડો થયો છે.”

ખર્ચમાં ઘટાડો:

ખાતરની અસરકારકતા વધારવાથી અને મશીનરીમાં સ્કેલિંગ ઘટાડવાથી ખેડૂત લગભગ 70% સુધી ખર્ચમાં બચત કરી શકે છે.

જમીનની ગુણવત્તામાં સુધારો:

જમીનમાં ક્ષાર જમા થતો નથી, જેના કારણે જમીન સજીવ, છિદ્રાળુ તેમજ પોચી બને છે. લાંબા ગાળે બિનઉપજાઉ થયેલી જમીન ફરી ઉત્પાદનક્ષમ બને છે.

ઉપકરણનું જીવન લાંબું થાય:

નરમ પાણી ઉપકરણમાં ક્ષારનો જમાવ તેમજ કાટ થતો ટાળે છે.

ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી ખેતી:

  1. રસાયણ ખાતરો અને જંતુનાશકો પરની નિર્ભરતા ઓછી કરે છે.
  2. પાણી બચાવે છે અને સ્થિર ખેતી પ્રથાઓને પ્રોત્સાહન આપે છે.

ઈ-સોફ્ટ વાપરતા ખેડૂતોના અનુભવો!

ખેડૂત રોહિતભાઈ ચૌધરી જેવા લોકોને ઈ-સોફ્ટ એગ્રીકલ્ચર વોટર સોફ્ટનરના ફાયદા હકીકતમાં અનુભવાયા છે.

કચ્છમાં તમારા નજીકનું ડીલર કેન્દ્ર 

ખેડૂતોને સરળતાથી આ મશીન ઉપલબ્ધ થાય તે માટે ઈ-સોફ્ટ અમારા ભરોસાપાત્ર ડીલર દ્વારા ઉપલબ્ધ છે:

  • રમેશ કમાભાઈ જાદવ
    શિવ એગ્રો સેન્ટર
    જૈન આશ્રમ સામે, માંડવી-ભુજ હાઇવે, માંડવી, કચ્છ
    મોબાઇલ નંબર: 9879240634

ડેમો જોવા માટે સ્ટોર પર જાઓ અને જાણો કે ઈ-સોફ્ટ તમારા ખેતી કામને કેવી રીતે પરિવર્તિત કરી શકે છે!

બચત અને લાંબા ગાળાનો લાભ

ઈ-સોફ્ટ ખરીદવું માત્ર એક ઉકેલ નથી; તે ભવિષ્ય માટે કરેલી એક રોકાણ છે:

  • 70% ખર્ચમાં ઘટાડો: ખાતરો અને જંતુનાશકો પરની ઓછી નિર્ભરતા.
  • ઉપકરણનું લાંબું જીવન: સિંચાઈ તંત્ર માટે ઓછા રિપેર અને રિપ્લેસમેન્ટ.
  • ઉચ્ચ કક્ષાનું ઉત્પાદન: વધુ પાક અને ઉત્તમ ગુણવત્તા નો અર્થ છે વધુ નફો.

ઈ-સોફ્ટ કેવી રીતે ખરીદવું?

કચ્છના ખેડૂતો માટે ઈ-સોફ્ટ ખરીદવું સરળ છે:

  1. શિવ એગ્રો સેન્ટર પર જઈને લાઇવ ડેમો જુઓ.
  2. અથવા +91 63563 11103 પર સંપર્ક કરો અને તમારા ખેતરમાં ઈ-સોફ્ટ લગાવો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્ર. 1: ઈ-સોફ્ટ નાના ખેડૂતો માટે કેવી રીતે લાભદાયી છે?

  • ઈ-સોફ્ટ પાણી અને ખાતરની અસરકારકતા વધારવાથી ખર્ચ ઓછો કરે છે. તમારા દ્વારા કરેલ રોકાણનું વળતર ફક્ત બે પાકની સિઝનમાં જ વળી જશે.

પ્ર. 2: શું ઈ-સોફ્ટ દરેક પ્રકારના પાણીમાં કામ કરે છે?

  • હા, તે ખારું અને ભારે બન્ને પ્રકારના પાણીને અસરકારક રીતે ટ્રીટ કરે છે.

પ્ર. 3: શું ઈ-સોફ્ટ જમીનમાં ક્ષાર જમા થવાની પ્રક્રિયા રોકે છે?

  • હા, પાણીની ગુણવત્તા સુધારવાથી જમીનમાં ક્ષાર જમા થતો નથી. 

પ્ર. 4: ઈ-સોફ્ટ પર્યાવરણને અનુકૂળ છે?

  • એકદમ! ઈ-સોફ્ટ રસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડે છે અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપે છે.

પ્ર. 5: ઈ-સોફ્ટ કચ્છમાં ક્યાં ખરીદી શકાય?

  • માંડવીના શિવ એગ્રો સેન્ટર પર જાઓ અથવા અમારો સંપર્ક કરો.

નિષ્કર્ષ: કચ્છનું હરીયાળું ભવિષ્ય

કચ્છમાં ખેતી કામ પડકારજનક છે, પણ ઈ-સોફ્ટ કૃષિ વોટર સોફ્ટનર જેવા યોગ્ય ઉકેલથી ખેડૂતો ભારે પાણીની સમસ્યાઓ પર જીત મેળવી શકે છે. ડીજીગો હરીયાળી ખેતીના ભવિષ્ય માટે કામ કરી રહ્યું છે. શું તમે આ જુંબેશનો ભાગ છો?

Leave a Reply